જિંદગીહજીબાકીછેદોસ્ત…
Jindagi Haji Baki Chhe Dost - New Gujarati Film June 12 2026 - Official Poster
એક અનોખી ગુજરાતી ફિલ્મ૧૨ જૂન ૨૦૨૬
પારિવારિક નાટ્યઅદાલતી વાર્તાગુજરાતી

જેમ શ્રીકૃષ્ણે વાદળો હટાવી
સૂર્યને ફરી યુદ્ધનો સાક્ષી બનાવ્યો,
એમ આ વાર્તા પણ અંત પછીના આરંભની છે દોસ્ત...

આ વાત છે એક એવા બાપની, જેણે જીવનભર શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડ્યા, પણ સેવાનિવૃત્તિ પછી પોતાની જ જિંદગીના વર્ગમાં ફરી એક વાર વિદ્યાર્થી બની જવું પડ્યું.

આ વાત છે એક પાયા જેવા ખડતલ માણસની, જેણે ઘરની ઇમારત ટકાવી રાખવા પોતાના હૈયામાં અનેક દુઃખો દબાવી દીધા, છતાં હસતા મોઢે સંતાનને આગળ વધવા આંગળી આપી.

આ વાત છે એવા પિતાની, જે ઉંમરના પડાવે થાક્યા જરૂર, પણ જીવન સામે ક્યારેય ઝુક્યા નથી…

સંતાન જ્યારે ત્યજી દે, ત્યારે યાદોના અગ્નિમાં સંબંધોને વિસર્જિત કરી એ જ રાખમાંથી ફરી જન્મવું પડે — કારણ કે, જિંદગી હજી બાકી છે દોસ્ત…

આ વાત છે એક એવા દીકરાની, જેણે પિતાના દરેક ઉપકારને માત્ર ફરજ સમજી, અને બદલામાં પ્રેમ નહીં, ફક્ત અવગણના આપી.

આ વાત છે એક સ્વાર્થી સંતાનની, જેણે પોતાની આયાશી અને શોખ માટે માતાની મમતાને પણ ઢાલ બનાવી, અને પિતાના ત્યાગને પોતાની હક્કની મિલકત માની લીધી.

આ વાત છે એક એવી અદાલતની, જ્યાં દાવો વસીયત પર છે, પણ ચુકાદો સંબંધોનો છે. જ્યાં સંપત્તિના કાગળ સામે સંસ્કારોની શાહી ફીકી પડી ગઈ છે.

આ વાત છે એ સત્યની, જ્યાં સંતાન ભલે પ્રતિભાના શિખરે પહોંચી જાય, પણ અહંકારના અંધકારમાં પિતાના ત્યાગને ભૂલી બેસે.

ત્યાં પિતાના લોહી-પસીનાથી સિંચાયેલા કર્મો એક દિવસ સત્યની અદાલતમાં સાક્ષી બનીને ઊભા રહેશે.

ફિલ્મનો એક સંવાદ
"મેં તને સંસ્કાર આપ્યા હતા, તેં મને સંપત્તિ સમજી લીધો."
— હસમુખભાઈ આચાર્ય

ટ્રેલર જુઓ

પ્રથમ ઝલક અહીં છે. જુઓ, અનુભવો

દરેક ઘરના દ્વારે ઊભો એક પ્રશ્ન
જેમના ખભા પર બેસીને તમે દુનિયા જોઈ,
શું આજે એમને જ તમે દુનિયા સમજાવો છો?

કલાકાર

Mehul Buch
મુખ્ય કલાકાર
મેહુલ બુચ
Mehul Buch
Ragi Jani
મુખ્ય કલાકાર
રાગી જાની
Ragi Jani
Jaimini Trivedi
કલાકાર
જૈમિની ત્રિવેદી
Jaimini Trivedi
Bharat Thakkar
કલાકાર
ભરત ઠક્કર
Bharat Thakkar
Jay Pandya
કલાકાર
જય પંડ્યા
Jay Pandya
Shyam Makhecha
કલાકાર
શ્યામ મખેચા
Shyam Makhecha
Krina Pathak
કલાકાર
ક્રિના પાઠક
Krina Pathak
નિર્માતાયશ વ્યાસ
સહ-નિર્માતાજિગ્નેશ જાની
સ્ક્રિનપ્લે અને સંવાદમેહુલ બુચ
સિનેમેટોગ્રાફી અને એડિટિંગરૂપાંગ આચાર્ય
સંગીતમૌલિક મહેતા, પ્રથમેશ ભટ્ટ
પાર્શ્વ સંગીતપાર્થ ઠાકર
આ ફિલ્મ કેમ બનાવી

આપણે શોલે જોઈને મોટા થયા. બાગબાન જોઈને રડ્યા.

પણ ક્યાંક રસ્તામાં, આપણી પોતાની વાર્તાઓ કહેવાનું ભૂલાઈ ગયું.

આ ફિલ્મ દરેક ગુજરાતી ઘર માટે છે —
જ્યાં કોઈ
પિતા આજે પણ સંતાનના એક ફોનની રાહ જુએ છે,
જ્યાં કોઈ
મા આજે પણ દરવાજા તરફ આશાની નજરે જુએ છે,
અને જ્યાં કોઈ દીકરો કે દીકરી મનમાં વિચારે છે —
કદાચ હવે ઘણું મોડું થઈ ગયું છે.

આ માત્ર ફિલ્મ નથી,
આ એ
વાત છે જે વર્ષો પહેલાં બોલાઈ જવી જોઈતી હતી.

તમારી ટિકિટ બુક કરો

૧૨ જૂનની તારીખ રાખી લો

તમારા શહેરમાં, તમારી પસંદગીની સીટ પર. બુકિંગ હવે ખુલ્લું છે.

સમગ્ર ગુજરાતમાં

૧૦૦+ સિનેમાગૃહોમાં રિલીઝ

૧૦૦+
સિનેમાગૃહોસમગ્ર ગુજરાતમાં

આ વાર્તા તમારા શહેરમાં, તમારી નજીકના સિનેમાગૃહમાં. દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચવાનો અમારો સંકલ્પ.

અમદાવાદ
Ahmedabad
સુરત
Surat
વડોદરા
Vadodara
રાજકોટ
Rajkot
ભાવનગર
Bhavnagar

…અને ગુજરાતના દરેક ખૂણે

સહયોગ

અમારા પ્રાયોજકો

આ વાર્તાને જીવંત કરનાર સહયોગીઓનો અમે હૃદયથી આભાર માનીએ છીએ.